વડાપ્રધાન મોદીએ કેબિનેટ સમિતિઓના સદસ્યોમાં ફેરફાર કર્યા.

  • આ ફેરફારો કેન્દ્રીય કેબિનેટની સંસદીય બાબતોની સમિતિ, રાજકીય બાબતોની સમિતિ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ગ્રોથ મામલાઓની સમિતિ, રોજગાર અને કૌશલ્ય મામલાઓની સમિતિમાં કરાયા છે. 
  • રાજકીય મામલાઓની સમિતિમાં સ્મૃતિ ઇરાની, ગિરિરાજસિંહ, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્ર યાદવ અને સર્બાનંદ સોનોવાલની નિયુક્તિ કરવામાં આવી છે. 
  • સંસદીય બાબતોની સમિતિમાં વિરેન્દ્રકુમાર, કિરન રિજિજ્જુ અને અનુરાગ ઠાકુરની નિયુક્તિ કરવામાં આવી છે.
  • Investment and Growth Committee માં નારાયણ રાણે, જ્યોતિરાદિત્ય સિંધિયા અને અશ્વિની વૈષ્ણવની નિયુક્તિ કરવામાં આવી છે તેમજ રોજગાર અને સ્કિલ ડેવલપમેન્ટ સમિતિમાં અશ્વિની વૈષ્ણવ અને ભૂપેન્દ્ર યાદવની નિયુક્તિ કરવામાં આવી છે. 
  • આ સિવાય આર્થિક મામલાઓની સમિતિમાં સભ્ય સંખ્યા 11 થી ઘટાડીને 9 કરવામાં આવી છે. - અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય એપોઇન્ટમેન્ટ કમિટીમાં સદસ્ય તરીકે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ છે.
Cabinet Committees


Post a Comment

Previous Post Next Post