- ઇટલીના કેલેબ્રિયામાં ઓછી વસ્તીની સમસ્યાને પગલે સરકાર દ્વારા આવી જાહેરાત કરવામાં આવી છે.
- આ જાહેરાત અનુસાર જે લોકો કેલિબ્રિયામાં 3 વર્ષ રહે તેઓને ઇટલી સરકાર દ્વારા 24.74 લાખ રુપિયાની ધંધા માટે સહાય કરવામાં આવશે.
- આ જાહેરાત મુજબ નવા રહીશોની ઉંમર 40 વર્ષ સુધીની હોવી જોઇએ તેમજ તેઓને ત્યા રહેવાની મંજૂરી મળ્યાના 3 મહિનામાં ત્યા વસવાનું રહેશે.
- હાલ કેલેબ્રિયામાં ફક્ત 2,000 લોકોની જ વસ્તી છે!
- ત્યાની સરકાર દ્વારા વસ્તીની સમસ્યાનું સમાધાન કરવા તેમજ અર્થતંત્રને વેગ આપવા માટે આવો નિર્ણય લેવાયો છે.
