- આ સોલાર 4,750 મેગાવૉટ ક્ષમતાનો હશે જેના માટે કેન્દ્રીય ઊર્જા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
- આ સોલાર પાર્ક National Thermal Power Corporation (NTPC) દ્વારા વિકસિત કરવામાં આવશે.
- આ સોલાર પાર્કમાંથી વ્યાવસ્યાયિક ધોરણે ગ્રીન હાઇડ્રોજન પણ ઉત્પન્ન કરાશે.
- આ પાર્ક ગુજરાતમાં કચ્છના ખાવડા ખાતે સ્થાપવામાં આવશે.
- તાજેતરમાં જ વડાપ્રધાન મોદીના હસ્તે દેશના સૌથી મોટા 30,000 મેગાવૉટના પુનઃપ્રાપ્ય ઊર્જા પાર્કનો શિલાન્યાસ કરાયો હતો.
- આ પ્લાન્ટ પણ તે પાર્કનો જ એક ભાગ રહેશે જેના દ્વારા ગુજરાતની રિન્યૂએબલ એનર્જીના ઉત્પાદનમાં વધારો કરાશે.