દિલ્હી હાઇકોર્ટ દ્વારા સરકારને કોમન સિવિલ કોડ લાગૂ કરવા કહેવાયું.

  • દિલ્હી હાઇકોર્ટ દ્વારા તલાક અંગેના એક કેસ દરમિયાન આ ટિપ્પણી કરવામાં આવી છે જેમાં જસ્ટિસ પ્રતિભાસિંહે દેશમાં સમાન નાગરિક સંહિતા લાગૂ થવાની વાત કરી છે. 
  • હાઇકોર્ટે કેન્દ્ર સરકારને સુપ્રીમકોર્ટના ચૂકાદાને આધાર બનાવીને સમાન નાગરિક સંહિતા બનાવવા માટે વિચાર કરવા કહ્યૂં છે. 
  • હાઇકોર્ટ દ્વારા એવી ટિપ્પણી કરાઇ છે કે સમાજમાં જ્ઞાતિ અને ધર્મનું અંતર મટી રહ્યું છે જેથી સમાન કાયદો હોવો જરુરી છે. 
  • અગાઉ 1985માં સુપ્રીમકોર્ટ દ્વારા એક નિર્દેશમાં Uniform Civil Code ની વ્યવસ્થા કરવા સરકારને કહ્યું હતું. 
  • બંધારણના ભાગ-4માં વર્ણિત રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતો અંતર્ગત અનુચ્છેદ 44 રાજ્યને યોગ્ય સમય દરમિયાન તમામ ધર્મ માટે એકસમાન નાગરિક સંહિતા ઘડવા નિર્દેશ આપે છે. 
  • ભારતના બંધારણનો અનુચ્છેદ 44નો ઉદેશ્ય નબળા વર્ગો સહિત સાંસ્કૃતિક જૂથો વચ્ચે પરસ્પર મેળને વધુ મજબૂત કરવાનો છે.
Uniform Civil Code


Post a Comment

Previous Post Next Post