- 'The hunger virus multiplies' નામના આ રિપોર્ટ મુજબ ભૂખથી વિશ્વમાં દર મિનિટે 11 લોકોના મૃત્યું થાય છે તેમજ 15 કરોડથી વધુ લોકો ભૂખમરાના સંકટ હેઠળ જીવી રહ્યા છે.
- કોરોના મહામારીના આ સમયમાં ગયા વર્ષ કરતા દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહેલા આવા લોકોની સંખ્યા છ ગણી વધી છે.
- આ રિપોર્ટ મુજબ દુષ્કાળને લીધે મૃત્યું પામનાર લોકોની સંખ્યા કોરોના વાયરસને લીધે મરનારા લોકોથી ઘણી વધુ છે.
- એક તરફ આંતરરાષ્ટ્રીય સ્તર પર લશ્કરી ખર્ચમાં 51 અબજ ડોલરનો વધારો થયો છે અની બીજી બાજુ ઇથોપિયા, દક્ષિણ સૂદાન, સીરિયા અને યમન જેવા અનેક દેશો ભૂખમરાના હોટસ્પોટ છે!!!!
- આ રિપોર્ટ મુજબ હાલની ભૂખમરાની સ્થિતિ છેલ્લા દાયકાની સૌથી ખરાબ સ્થિતિ છે તેમજ ખાદ્ય પદાર્થોની કિંમતમાં પણ લગભગ 40%નો વધારો થયો છે.
