પૂર્વ રણજી ખેલાડી શ્યામ ભાટિયાએ દુબઇમાં ક્રિકેટ મ્યુઝિયમ બનાવ્યું.

  • આ મ્યુઝિયમમાઅં તેઓએ ક્રિકેટના બેટ, બોલ, ટોપી, જર્સી જેવી કિંમતી વસ્તુઓ તેમજ ક્રિકેટના ઇતિહાસથી સંબંધિત ચીજવસ્તુઓનો સંગ્રહ દર્શાવ્યો છે.
  • આ મ્યુઝિયમમાં 1897માં જામનગરના મહારાજા જામ રણજિતસિંહજી જાડેજા દ્વારા લખાયેલ ક્રિકેટ મેન્યુઅલનો પણ સમાવેશ કરાયો છે.
  • મહારાજા જામ રણજિતસિંહજીના નામ પર જ ક્રિકેટની પ્રસિદ્ધ રણજી ટ્રોફી રમાડવામાં આવે છે તેમજ ક્રિકેટમાં બેટિંગના પ્રકાર 'સ્ટેટ' નું નામકરણ પણ જામ રણજિતસિંહજીના નામ પરથી જ કરાયું છે.
  • શ્યામ ભાટિયાએ વર્ષ 2003માં 'પોટ્રેટ ઓફ ધી ગેમ્સ' નામથી પુસ્તક પણ લખ્યું છે જેના પ્રથમ ભાગની પ્રસ્તાવના સુનીલ ગાવસ્કરે તેમજ બીજા ભાગની પ્રસ્તાવના પાકિસ્તાનના પૂર્વ ખેલાડી ઇમરાન ખાને લખી છે.
  • આ મ્યુઝિયમમાં ખેલાડીઓના ખાનગી કલેક્શન અને સિગ્નેચર ધરાવતા બેટ, બોલ અને ગ્લોવઝ સહિતની વસ્તુઓ મુકવામાં આવી છે.
  • મ્યુઝિયમની દિવાલો પર પણ ફક્ત ક્રિકેટના આંકડાઓ જ લખ્યા છે.
Shyam Bhatia


Post a Comment

Previous Post Next Post