IISc ના વૈજ્ઞાનિકોએ કોરોનાના તમામ વેરિયન્ટ્સ સામે રક્ષણ કરે તેવી વેક્સિન વિકસાવી.

  • Indian Institute of Sciences (IISc)  અને બાયોટેક કંપની માયએનવેક્સ દ્વારા સંયુક્ત રુપે વિકસાવાયેલ આ વેક્સિનને 'Warm' નામ અપાયું છે.
  • આ વેક્સિન દ્વારા પેદા થતા એન્ટીબોડીઝ સાર્સ-કોવ-2ના તમામ વેરિયન્ટ્સ સામે અસરકારક હોવાનો દાવો કરાયો છે.
  • આ રસી 37 ડિગ્રી જેટલા ગરમ વાતાવરણમાં પણ એક મહિના સુધી સુરક્ષિત રહી શકે છે તેમજ 100 ડિગ્રી જેટલા તાપમાનમાં પણ તેને 90 મિનિટ સુધી સુરક્ષિત રાખી શકાય છે.
  • આ વેક્સિનનું પરીક્ષણ ઓસ્ટ્રેલિયાની CSIRO એજન્સી દ્વારા કરાયું છે જેણે ગયા વર્ષે ઓક્સફોર્ડ કોવિશિલ્ડ વેક્સિનનું પ્રાણીઓ પર પરીક્ષણ કર્યું હતું.
IISc Warm Vaccine


Post a Comment

Previous Post Next Post