- જાણીતા વાર્તાકાર, નાટ્યકાર અને લેખક મધુરાયને વર્ષ 2020 માટે ગુજરાતી સાહિત્યમાં પોતાના યોગદાન બદલ આ સન્માન અપાયું છે.
- મધુ રાયનું મૂળ નામ મધુસૂદન ઠાકર છે જેઓ મૂળ જામ ખંભાળિયાના વતની છે તેમજ હાલ વિદેશમાં રહે છે.
- તેઓએ નાટક, વાર્તા, નિબંધ, ફિલ્મ અને સિરિયલ ક્ષેત્રે ઘણુ કામ કર્યું છે.
- હાલ તેઓ 'મમતા વાર્તા' નામથી એક માસિક પણ ચલાવે છે.
- સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2019નો યુવા ગૌરવ પુરસ્કાર (ગુજરાતી) પ્રશાંત પટેલને, તેમજ 2020નો યુવા ગૌરવ પુરસ્કાર રીંકુ રાઠોડને અપાયો છે.
- વર્ષ 2019નો સંસ્કૃત ભાષા માટેનો યુવા ગૌરવ પુરસ્કાર રાજવી ઓઝાને તેમજ સંસ્કૃત ભાષાનો વર્ષ 2020નો વેદ-શાસ્ત્ર પંડિત પુરસ્કાર ગોવિંદભાઇ ત્રિવેદીને અપાયો છે.
- સંસ્કૃતિ ભાષાનો વર્ષ 2020નું સંસ્કૃત કુટુંબ સન્માન પ્રિયંકા દ્વિવેદીને તેમજ સંસ્કૃત સેવા સન્માન અખિલેશ આચાર્યને અપાયું છે.
