કેન્દ્ર સરકાર દ્વારા કોરોના મહામારી સામે લડવા માટે 23,123 કરોડના પેકેજને મંજૂરી અપાઇ.

  • આ પેકેજમાં 15,000 કરોડ કેન્દ્ર સરકાર જોગવાઇ કરશે જ્યારે બાકીના 8,000 કરોડની વ્યવસ્થા રાજ્ય સરકારના સહયોગથી કરાશે. 
  • આ નિર્ણય વડાપ્રધાન મોદીના મંત્રીમંડળના વિસ્તરણ બાદની નવી કેબિનેટની પ્રથમ બેઠકમાં લેવાયો છે. 
  • આ ફંડ દ્વારા 736 જિલ્લાઓમાં પિડિયાટ્રિક કેર સેન્ટર તેમજ 20,000 આઇસીયુ બેડ તૈયાર કરાશે. 
  • હાલ દેશમાં 4,389 કોવિડ હોસ્પિટલ, 10,000 કોવિડ કેર સેન્ટર, 8,338 કોવિડ હેલ્થ સેન્ટર તેમજ 4,00,000 થી વધુ ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે. - આ બેઠકમાં ખેડૂતો માટે પણ અમુક મહત્વના નિર્ણય લેવાયા છે જે મુજબ: 
    • 1 લાખ કરોડનું એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ Agricultural produce market committee (APMC) માટે ઉપલબ્ધ કરાશે. 
    • એગ્રી સ્ટાર્ટઅપ ખેડૂત જૂથોને રુ. 2 લાખ કરોડ સુધીની લોન પરના વ્યાજમાં 3%ની છૂટ અપાશે. 
    • Apmc ને ખેડૂતો માતે એકથી વધુ યોજના માટે લોન અપાશે. 
    • નારિયેળ પકવતા ખેડૂતો માટે નારિયેળ બોર્ડની રચના કરવામાં આવશે.
Covid-19 in India


Post a Comment

Previous Post Next Post