- આ મહેલ ડેન્માર્કના બ્લોખસના સમુદ્ર કિનારે તૈયાર કરાયો છે.
- આ મહેલને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન અપાયું છે, જેના અનુસાર તેની ઊંચાઇ 21.16 મીટર (લગભગ 70 ફૂટ) જેટલી છે.
- અગાઉ આ રેકોર્ડ જર્મનીમાં બનેલા એક મહેલના નામ પર હતો જેની ઊંચાઇ લગભગ 18 મીટર હતી.
- ડેન્માર્કના આ મહેલને વિલ્ફ્રેડ સ્ટિજરે 30 રેત મૂર્તિકારોની મદદથી તૈયાર કર્યો છે જેમાં લગભગ 5,000 ટન રેતીનો ઉપયોગ કરાયો છે.
- આ મહેલની ટોચ પર કોરોના વાયરસની પ્રતિકૃતિ દર્શાવતો તાજ બનાવાયો છે તેમજ આ મહેલને કોરોના મહામારીને સમર્પિત કરાયો છે.
