- આ જીવાશ્મિઓ ચીનના કુમિંગ પ્રાંતની ખાડીમાંથી મળી આવ્યો છે જેમાં 118 પ્રજાતિઓના 2,800 જેટલા જીવાશ્મિઓ મળી આવ્યા છે.
- આ જીવાશ્મિઓમાં 17 પ્રજાતિઓ એવી છે જેને અત્યાર સુધી ક્યારેય જોવામાં નથી આવી.
- આ જીવાશ્મિઓ એટલી સારી રીતે સચવાયેલા છે કે ઘણા બધા જીવાશ્મિઓના આંતરિક અવયવોની છાપ સ્પષ્ટ દેખાય છે તેમજ તેઓના ઇંડા અને લાર્વા પણ સચવાયેલા છે!
- સંશોધકોના મત અનુસાર 54.1 કરોડ વર્ષ પહેલા Cambrian Explosion પહેલા ઘણી પ્રજાતિઓના વિકાસ દરમિયાન ઓક્સિજનમાં મોટા પાયે વધારો થયો હતો અને ત્યારબાદ વિવિધ પ્રાણીઓ તેમની જનીન ક્રાંતિના નવા સ્તર પર પહોંચ્યા હતા.
- 58 કરોડ વર્ષ પહેલા મોટા ભાગના કોષોનું બંધારણ પણ સરળ હતું તેમજ મુખ્યત્વે તેઓ એક જ કોષના બનેલા હતા.
