- આ માહિતી નાસા અને અમેરિકાના National Oceanic and Atmospheric Administration (NOAA) વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેના મુજબ ચંદ્રની ભ્રમણ કક્ષા ડગવા (Wobbling)થી વર્ષ 2030 સુધીમાં પૃથ્વી પર વિનાશક પૂર આવશે.
- આ માહિતી મુજબ અત્યારથી એક દાયકા સુધી વિનાશકારી પૂરનો સીલસીલો શરૂ થઈ શકે તેવી શક્યતા છે.
- વર્ષ 2019માં અમેરિકાના એટલાન્ટીક અને ગલ્ફ કોસ્ટમાં હાઈ ટાઈડથી 600થી વધારે પૂર આવ્યા હતા.
- નાસા મુજબ વર્ષ 1728માં ચંદ્રનું ભ્રમણકક્ષામાંથી ડગવું પ્રથમવાર જાણવા મળ્યુ હતુ. જે લગભગ 18.6 વર્ષનું પ્રાકૃતિક ચક્ર હોય છે.