ઇઝરાયલની કંપનીના સ્પાયવેર Pegasus દ્વારા વિશ્વના અનેક દેશની હસ્તીઓની જાસુસી થઇ હોવાનો પર્દાફાશ થયો.

  • Pegasus એ એક સ્પાયવેર / જાસુસી સોફ્ટવેર છે જેના દ્વારા વપરાશકર્તાના ફોનની અગત્યની માહિતી લીક થયા કરે છે. 
  • આ સ્પાયવેર ટેક્સ્ટ મેસેજ, વૉટ્સએપ મેસેજ જેવા માધ્યમોથી ફોનમાં ઘુસાડવામાં આવે છે અને ત્યારબાદ વ્યક્તિના એસએમએસ, ઇમેઇલ, વૉટ્સએપ ચેટ, ફોન કોલ / વીડિયો, એક્ટિવ માઇક્રોફોન, એક્ટિવ કેમેરા, કોલ રેકોર્ડિંગ, જીપીએસ ડેટા, કેલેન્ડર તેમજ કોન્ટેક્ટ બુક સહિતના ડેટાને લીક કરતુ રહે છે. 
  • Pegasus નામનો આ સ્પાયવેર ઇઝરાયલની કંપની NSO દ્વારા બનાવાયો છે. 
  • વૉશિંગ્ટન પોસ્ટ તેમજ ધ ગાર્ડિયન જેવા આંતરરાષ્ટ્રીય ન્યૂઝપેપર દ્વારા પ્રસિદ્ધ માહિતી મુજબ ભારતના લગભગ 40 પત્રકાર, 3 વિપક્ષી નેતાઓ, 2 મંત્રી તેમજ 1 જજ સહિત લગભગ 300 લોકોની આ સ્પાયવેરથી જાસુસી થઈ છે.
Pegasus Gujarati


Post a Comment

Previous Post Next Post