હિન્દી સિનેમાના પ્રસિદ્ધ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની વયે નિધન.

  • 'ટ્રેજેડી કિંગ' તરીકે ઓળખાતા દિલીપ કુમારે પોતાની કારકિર્દીની શરુઆત 1944માં જ્વાર ભાટા ફિલ્મથી કરી હતી તેમજ તેઓની પ્રથમ પ્રસિદ્ધ ફિલ્મ 1947ની જુગ્નુ હતી. 
  • આ સિવાય તેઓએ બોમ્બે ટૉકિઝ, અંદાઝ, આન, દાગ, દેવદાસ, આઝાદ, મુગલ-એ-આઝમ, ગંગા જમના, રામ ઔર શ્યામ, ક્રાંતિ, શક્તિ, મશાલ, કર્મા અને સૌદાગર જેવી અનેક પ્રસિદ્ધ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 
  • તેઓએ 1944 થી લઇ 1999 સુધી ફિલ્મ જગતને વિવિધ કેરેક્ટર્સમાં પોતાનો અભિનય આપ્યો હતો. 
  • તેઓ એકમાત્ર એવા ભારતીય વ્યક્તિ છે જેમને પાકિસ્તાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'નિશાન-એ-ઇમ્તિયાઝ' (1998) એનાયત કરાયો હતો. 
  • વર્ષ 2000 થી 2006 દરમિયાન તેઓ મહારાષ્ટ્રથી રાજ્યસભાના મનોનિત સભ્ય હતા. 
  • ભારત સરકાર દ્વારા તેઓને 1991માં પદ્મભૂષણ તેમજ 2015માં પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. 
  • તેઓના નિધન બાદ મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા તેઓને રાજ્ય કક્ષાનું મૃત્યું સન્માન આપવાને મંજૂરી આપી હતી.
Dilip Kumar


Post a Comment

Previous Post Next Post