કેન્દ્ર સરકાર દ્વારા 'મત્સ્ય સેતુ' એપ લોન્ચ કરવામાં આવી.

  • આ એપનો ઉદેશ્ય દેશના જલકૃષકો માટે નવી ટેક્નોલોજીનો પ્રચાર પ્રસાર કરવાનો છે. 
  • આ એપમાં પ્રજાતિ અને વિષય મુજબ સ્વ શિક્ષણ આપતો પાઠ્યક્રમ છે જે માછલીઓના પ્રજનન, બીજ ઉત્પાદન અને પાલન પોષન વગેરે પર આધારિત છે. 
  • એપમાં સ્વશિક્ષણ માટે શ્રેષ્ઠ અનુભવ ઉપલબ્ધ કરાવતી પદ્ધતિ તેમજ પ્રશ્નોત્તરી સહિતની સુવિધાઓ છે. 
  • દરેક પાઠ્યક્રમ બાદ વપરાશકર્તાને એક ઇ-પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવે છે તેમજ યુઝરને કોઇ પ્રશ્ન હોય તો પણ પુછી શકે છે જેનો વિશેષજ્ઞો દ્વારા જવાબ આપવામાં આવે છે. 
  • વડાપ્રધાન મોદી દ્વારા સપ્ટેમ્બર, 2020માં મત્સ્ય પાલન ક્ષેત્રના વિકાસ માટે 20,050 કરોડ રુપિયાની 'પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના' શરુ કરવામાં આવી હતી જેના અંતર્ગત 70 લાખ ટન વધારાનુ મત્સ્ય ઉત્પાદન, એક લાખ કરોડ રુપિયાની મત્સ્ય નિર્યાત તેમજ હવે પછીના પાંચ વર્ષોમાં 55 લાખ રોજગારી ઉત્પન્ન કરવાનો લક્ષ્ય રખાયો છે.
Matsya Setu


Post a Comment

Previous Post Next Post