- આ બેઠક 31મી જુલાઇ સુધી ચાલનાર છે જેમાં વિશ્વભરના વિવિધ નોમિનેશન તપાસીને નવી હેરિટેજ સાઇટ્સની જાહેરાત કરવામાં આવશે.
- નોમિનેશનની આ યાદીમાં ભારતના બે સ્થળો પણ છે જેમાં ધોળાવીરા અને તેલંગાણાનું રામપ્પા મંદિરનો સમાવેશ થાય છે.
- રામપ્પા મંદિર 13મી સદીમાં બન્યું હતું જે વારંગલથી 65 કિ.મી. દૂર આવેલું છે.
- આ મંદિર વિશે પ્રવાસી માર્કો પોલોએ પોતાના વૃતાંતમા તેને દક્ષિણ ભારતમાં આવેલ મંદિરોમાં સૌથી સમૃદ્ધ વર્ણવ્યું હતું.
- આ મંદિર જ્યારે બનાવાયું ત્યારે ત્યા કકાટિયા રાજવંશનું શાસન હતું જેઓ કળા પ્રેમી હતા તેમજ તેઓએ ઉત્તમ શીલ્પી નમૂનાઓ બનાવડાવ્યા હતા.
- બીજા સ્થળમાં કચ્છનું ધોળાવીરા છે જેનો 4,000 વર્ષ જૂનો ઇતિહાસ છે.
- ધોળાવીરા ખાતેથી સાંકેતિક ભાષામાં લખાયેલું એક સાઇનબોર્ડ પણ મળી આવ્યું છે જે લિપિ હજુ સુધી ઉકેલાઇ નથી.
- રણપ્રદેશમાં બનેલું ધોળાવીરા પાણીની વ્યવસ્થા માટે ખુબ જાણીતું છે જેમાં પાણીની વ્યવસ્થા માટે નગર ફરતે કદવર ટાંકા બનવાયા હતા તેમજ પથ્થરથી એવા પ્રકારનું બાંધકામ કરાયું છે કે તેની ઠંડક જળવાઇ રહે.