ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ઇતિહાસના 'કાકોરી કાંડ' નું નામ બદલવામાં આવ્યું.

  • ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ઇતિહાસમાં રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, રાજેન્દ્ર પ્રસાદ લાહિડી અને રોશન સિંહના નામ સાથે જોડાયેલ કાકોરી કાંડનું નામ બદલીને 'કાકોરી ટ્રેન એક્શન ડે' કરવામાં આવ્યું છે. 
  • બ્રિટિશ સમયમાં ઇતિહાસકારોએ અને તત્કાલિન અધિકારીઓ દ્વારા આ ઘટના માટે 'કાંડ' શબ્દ વપરાયો હતો જેને ઇતિહાસમાં તે જ નામથી ઓળખવામાં આવતી હતી પરંતુ હવે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આ ઘટનાના નામ માથી 'કાંડ' શબ્દ ને હટાવાયો છે. 
  • આ નામકરણ ઉત્તર પ્રદેશમાં 9મી ઑગષ્ટના રોજ 'કાકોરી ટ્રેન એક્શન' ની 97મી વર્ષગાંઠ મનાવવાના કાર્યક્રમમાં કરાયું છે. 
  • કાકોરી કાંડ / Kakori Train Action Day ઘટના 9 ઑગષ્ટ, 1925ના રોજ ઘટી હતી જેમાં Hindustan Republic Association (HRA) થી જોડાયેલા ક્રાંતિકારીઓ રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, રાજેન્દ્ર પ્રસાદ લાહિડી અને રોશન સિંહ દ્વારા લખનઉ થી 8 મીલ દૂર રહેલ ટ્રેનને લૂંટી હતી જે બદલ રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં અને રોશન સિંહને ફાંસીની સજા અપાઇ હતી.


Post a Comment

Previous Post Next Post