- આ વેક્સિનનું નિર્માણ ભારતની Bharat Biotech દ્વારા કરવામાં આવે છે જેના ઉત્પાદન એકમની માટે માટે ગુજરાતના ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં સ્થાપના માટે મંજૂરી અપાઇ છે.
- હાલ ભારતની કોવેક્સિન વેક્સિન ઉત્પાદનની ક્ષમતા 2.5 કરોડ ડોઝ પ્રતિ માસ તેમજ કોવિશીલ્ડ વેક્સિન ઉત્પાદનની ક્ષમતા 11 કરોડ ડોઝ પ્રતિ માસ જેટલી છે જે વધારીને કોવીશીલ્ડની 12 કરોડ ડોઝ પ્રતિ માસ તેમજ કોવેક્સિનની 5.8 કરોડ ડોઝ પ્રતિ માસ કરવાની સરકારની યોજના છે.
- આ માટે કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયના જૈવ પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા "મિશન COVID સુરક્ષા - ભારતીય COVID-19 વેક્સિન વિકાસ મિશન" શરુ કરાયું છે.
