વડાપ્રધાન મોદીએ UNSCની બેઠકની અધ્યક્ષતા કરી.

  • United Nations Security Council (UNSC) ની ઉચ્ચ કક્ષાની બેઠકની પ્રથમવાર કોઇ ભારતીય વડાપ્રધાને અધ્યક્ષતા કરી છે. 
  • આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ દરિયાઇ સુરક્ષા મુદ્દે ચર્ચા કરી હતી જેમાં દરિયાઇ માર્ગોનો આતંકવાદ માટે ઉપયોગ થતો હોવાનું પણ જણાવ્યું હતું. 
  • આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ Enhancing Maritime Security — A Case for International Cooperation વિષય પર સંબોધન કર્યું હતું જેમાં સમગ્ર વિશ્વ સમક્ષ પાંચ સિદ્ધાંતો રજૂ કર્યા હતા. 
  • આ પાંચ સિદ્ધાંતોમાં આ બાબતનો સમાવેશ થાય છે.: 1. માન્ય દરિયાઇ વેપાર આડેના અવરોધો હટાવવા., 2. દરિયાઇ વિવાદોનો શાંતિપૂર્ણ અને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ઉકેલ લાવવો., 3. કુદરતી આપત્તિઓ અને દરિયાઇ ખતરાઓનો સાથે મળીને સામનો કરવો., 4. દરિયાઇ પર્યાવરણ અને સંસાધનોનું જતન કરવું અને 5. તમામ દેશોએ સાથે મળીને દરિયાઇ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવું.


Post a Comment

Previous Post Next Post