- સંયુક્ત રાષ્ટ્રના Intergovernmental Panel on Climate Change (IPCC) દ્વારા પ્રસિદ્ધ આ રિપોર્ટમાં આગામી વર્ષ 2040 સુધીમાં પૃથ્વીનું તાપમાન 1.5 ડિગ્રી વધી જવાની ગંભીર સમસ્યા દર્શાવાઇ છે.
- ગ્લોબલ વોર્મિંગને લીધે પૃથ્વીનું આ તાપમાન વર્ષ 2052 સુધીમાં વધવાનું હતુ જેને બદલે લગભગ એક દાયકા પહેલા જ આ તાપમાન વધવાની આગાહી આ રિપોર્ટમાં કરવામાં આવી છે.
- IPCC નો આ રિપોર્ટ 66 દેશના 234 વૈજ્ઞાનિકોના તારણ પરથી તૈયાર કરાયો છે.
- આ રિપોર્ટમાં વર્ષ 2050 સુધીમાં આર્કટિકનો તમામ બરફ ઓગળી જવાની, ટાપુઓ દરિયામા ડુબી જવાની, હીટવેવ, પૂર અને દુકાળ જેવી કુદરતી આપત્તિઓ વારંવાર આવવાની, દરિયાઈ સૃષ્ટિનો નાશ થવાની તેમજ અસહ્ય તાપમાન થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
- આ રિપોર્ટમાં ભારતમાં ચમોલી ઘટનાનો સંદર્ભ આપી તેના જેવી અનેક ઘટનાઓ ઘટવાની, વાવાઝોડા આવવાની, દક્ષિણ ભારતમાં વરસાદ અને વિનાશક પૂર સહિતના તારણો અપાયા છે.
- આ સિવાય ભારતના ચેન્નાઇ, કોચી, કોલકત્તા, મુંબઇ, સુરત અને વિશાખાપટ્ટનમ જેવા શહેરોને પૂરમાં ફસાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
