- વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં હાઇડ્રોફ્લોરોકાર્બનના ઉપયોગને ચરણબદ્ધ રીતે સમાપ્ત કરવા માટે ઓઝોન લેયરને નુકસાન કરતા પદાર્થોથી સંબંધિત મોન્ટ્રિયલ પ્રોટોકોલમાં કરાયેલ કિગાલી સંશોધનને મંજૂરી આપી છે.
- આ સંશોધન મોન્ટ્રિયલ પ્રોટોકોલ માટે ઑક્ટોબર, 2016માં રવાન્ડામાં કિગાલી ખાતે આયોજિત 28મી બેઠક દરમિયાન સ્વીકારાયું હતું.
- આ મંજૂરી દ્વારા HFC ના ઉપયોગને ધીમે ધીમે બંધ કરવામા મદદ મળશે જેથી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન અને જલવાયુ પરિવર્તનને રોકવામાં મદદ મળશે જેના માટે સરકાર 2023 સુધીમાં રાષ્ટ્રીય રણનીતિ પ્રસિદ્ધ કરશે.
