રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે 127માં બંધારણીય સુધારા ખરડાને મંજૂરી આપી.

  • રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ કાયદો અમલમાં આવ્યો છે જેમાં રાજ્યોને પોતાની અન્ય પછાત વર્ગ (ઓબીસી) યાદી તૈયાર કરવાની સત્તા આપવામાં આવી છે. 
  • આ ખરડાને '105મો બંધારણીય સુધારો' તરીકે માન્યતા અપાઇ છે. 
  • આ ખરડા બાદ ઘણા રાજ્યોમાં ઓબીસી તરીકે માન્યતા મેળવવા માટે રાહ જોતા પાટીદાર, મરાઠા, લિંગાયત સહિતના સમુદાયોને ઓબીસીમાં સમાવવા માટેનો માર્ગ મોકળો થશે. 
  • આ બિલને મંજૂરી મળતા દેશની લગભગ 671 જાતિઓને અનામતનો લાભ મળશે.
127th Constitution Amendment


Post a Comment

Previous Post Next Post