- પૂર્વ વાયુ સૈનિક નામ્બિયારે કોચ તરીકેના પોતાના કાર્યકાળમાં ભારતની મહાન એથ્લીટ પીટી ઉષા સહિત અનેક આંતરરાષ્ટ્રીય એથ્લીટ્સને તૈયાર કર્યા હતી.
- તેઓને ભારતનો પ્રસિદ્ધ દ્રોણાચાર્ય એવોર્ડ સૌપ્રથમ અપાયો હતો.
- જ્યારે દ્રોણાચાર્ય એવોર્ડની શરુઆત થઇ તે જ વર્ષે 1985માં આ એવોર્ડ સૌપ્રથમ ઓમ નામ્બિયાર (એથ્લેટિક્સ), ભાલચંદ્ર ભાસ્કર ભાગવત (રેસલિંગ), ઓમ પ્રકાશ ભારદ્વાજ (બોક્સિંગ) અને દેશ પ્રેમ આઝાદ (ક્રિકેટ)ને અપાયો હતો.
- તેઓએ ભારતની મહાન એથ્લીટ પીટી ઉષા, શાઇની વિલ્સન (ચાર વારની ઓલિમ્પિયન અને 800 મીટરમાં 1985નો એશિયાઇ ચેમ્પિયનશિપની ગોલ્ડ મેડાલિસ્ટ) અને વંદના રાવ સહિતના ખેલાડીઓને તાલીમ આપી હતી.
- વર્ષ 2021માં તેઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરયો હતો.