- આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના સાસણ ગીરના એશિયાટિક સિંહો માટે અભ્યારણ્યમાં તેમના ખોરાક સહિતની વ્યવસ્થા તેમજ સુરક્ષા માટેના પગલા લેવાશે.
- આ પ્રોજેક્ટ 10 વર્ષ ચાલશે જેનું અમલીકરણ Tiger Conservation Authority દ્વારા કરવામાં આવશે.
- આ પ્રોજેક્ટમાં સિંહોના શિકાર માટેની વ્યવસ્થા, ખુલ્લા કુવાઓને ઢાંકવા, પીવાના પાણીના કૃત્રિમ તળાવ બનાવવા સહિતની જોગવાઇ છે.
- આ સિવાય ગીર અભ્યારણ્યની આસપાસના ગામડાઓમાં 500થી વધુ વનમિત્રોની નિયુક્તિ કરાશે તેમજ વન્ય પ્રાણી ડિવિઝનની ચેકપોસ્ટ ઉભી કરાશે.
- વર્ષ 2015માં સિંહની ગુજરાતમાં સંખ્યા 523 હતી જે 2020માં વધીને 674 થઇ છે.
