- આ પ્રતિબંધ જુલાઇ, 2022થી લાગુ થનાર છે જેમાં સમગ્ર દેશમાં 1 જુલાઇ, 2022થી સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લાગૂ થશે.
- આ પ્રતિબંધ સાથે પ્લાસ્ટિક પોલિથિન બેગની જાડાઇ 50 માઇક્રોન થી વધારીને 120 માઇક્રોન કરી દીધી છે.
- આ સિવાય પોલિસ્ટાનિન અને એક્સપેન્ડેડ પોલિસ્ટાઇનિન સહિતના સિંગલ યુઝ ધરાવતા પ્લાસ્ટિક ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પણ પ્રતિબંધ લાગૂ થશે.
- પ્રતિબંધિત થયેલ આ ચીજવસ્તુઓમાં સિંગલ યુઝ ધરાવતી પ્લાસ્ટિકની સ્ટિક, ફુગ્ગા માટેની સ્ટિક, ધ્વજ, આઇસ્ક્રિમ સ્ટિક, સજાવટ માટેના થર્મોકોલ, પ્લેટ, કપ, ગ્લાસ, કટલરી તેમજ મીઠાઇ અને સિગારેટના પેકેટ પર લગાવવામાં આવતા પ્લાસ્ટિક સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.
- સરકારના આ નિયમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાને અલગ કરવો, સ્ટોરેજ, પરિવહન, પ્રોસેસિંગ તેમજ ડિસ્પોઝલ સંબંધિત કામગીરી શહેરની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને અને ગ્રામ પંચાયતોને સોંપવામાં આવી છે.
- આ પ્રતિબંધમાં કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકમાંથી તૈયાર થનાર બેગને બાકાત રખાઇ છે જેના માટે બેગના નિર્માતા કે વિક્રેતાઓએ કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ પાસેથી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.