- રાજ્ય સરકાર દ્વારા 1897માં જુનાગઢ બનેલ બહાઉદ્દીન કોલેજને હેરિટેજ સ્મારકમાં સ્થાન અપાયુ છે. જે જુનાગઢના નવાબના સાળા વઝીર બહાઉદ્દીનના નામ પરથી બની હતી.
- આ બિલ્ડીંગ જુની બાંધણી તેમજ કલાત્મક માળખુ ધરાવે છે. જેમાં તે સમયનો એશિયાનો એક પણ પિલરના ટેકા વિનાનો 100 X 60 ફૂટનો સેન્ટર હોલ સામેલ છે.
- આ ઈમારતનું બાંધકામ જેઠાભાઈ ભગાભાઈ મિસ્ત્રીએ કર્યું હતુ.
- આ કોલેજમાં ઝવેરચંદ મેઘાણી, ગૌરીશંકર જોષી (ધુમકેતુ), મનોજ ખંડેરીયા, શૂન્ય પાલનપુરી, રાજેન્દ્ર શુકલ તેમજ ગિરિજાશંકર આચાર્ય સહિતના મહાનુભવોએ અભ્યાસ કર્યો હતો.
