- વિક્રાંતએ ભારતનું પ્રથમ Indigenous Aircraft Carrier (IAC) છે. જે ભારતમાં બનાવાયેલ અત્યાર સુધીનું સૌથી મોટું તેમજ જટીલ યુદ્ધજહાજ છે.
- આ જહાજનું વજન 40 હજાર ટન, લંબાઈ 860 ફીટ, પહોળાઈ 204 ફીટ, ઊંચાઈ 194 ફીટ મહત્તમ ઝડપ 52 KMPS છે તેમજ રેંજ 13,900 કિ.મી. છે.
- આ જ નામનું યુદ્ધજહાજ વિક્રાંતે 1971ના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
- હાલ સમગ્ર વિશ્વમાં કુલ 44 એરક્રાફ્ટ કેરિયર છે. જેમાંથી 20 ફક્ત અમેરિકાના, જાપાન અને ફ્રાન્સના 4-4, ઓસ્ટ્રેલિયાના 2 તેમજ ચીન, બ્રિટન, સાઉથ કોરિયા, રશિયા, ભારત, થાઈલેન્ડ અને સ્પેનના 1-1 એરક્રાફ્ટ કેરિયરનો સમાવેશ થાય છે.