- ગુજરાત હાઇકોર્ટની ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની બેંચ દ્વારા Gujarat Freedom of Religion (Amendment) Act, 2021ની મુખ્ય જોગવાઇઓ સામે સ્ટે અપાયો છે.
- કોર્ટ દ્વારા આ સુનવણીમાં કોર્ટે ઉપરોક્ત કાયદાની કલમ 3, 4, 4એ, 4બી, 4સી, 5, 6, અને 6એ સામે સ્ટે આપ્યો છે.
- આ કેસમાં અરજદારે કાયદાને લગ્નના મૂળભૂત સિદ્ધાંતો અને ધર્મના પાલનની વિરુદ્ધ ગણાવ્યો હતો તેમજ જણાવ્યું હતું કે કાયદા અનુસાર બે અલગ અલગ ધર્મની વ્યક્તિ લગ્ન કરે તો ગેરકાયદેસર જેવુ છે.
- હાલ હાઇકોર્ટ દ્વારા આ કેસમાં વચગાળાનો આદેશ કરી આંતરધર્મ લગ્ન કરનાર વ્યક્તિઓની બિનજરુરી સતામણી ન થાય તેમજ પ્રલોભન કે છેતરપિંડી થઇ હોય તો કેસ બની શકે તેવું જણાવ્યું છે.
