- પૂર્વ લદ્દાખમાં LOCના ગોગરા ખાતે ભારત અને ચીનની સેના પરત ખેંચવા માટે બન્ને દેશોના કમાન્ડર સ્તરના અધિકારીઓ વચ્ચે યોજાયેલ મીટીંગમાં આ નિર્ણય લેવાયો છે.
- 12માં રાઉન્ડની આ મટીંગ ચોશુલ-બોલ્દો બોર્ડર પોઈન્ટ ખાતે યોજાયેલી હતી.
- આ મીટીંગમાં ગોગરા અને હોટ સ્પ્રિંગ એમ બંન્ને જગ્યાએથી સેના પરત ખેંચવા સહમતી સધાઈ હતી પરંતુ ચીની સેનાએ હોટ સ્પ્રિંગ વિસ્તારમાંથી પરત ફરવા ઈનકાર કરી દીધો હતો.
- જે અંગે બંને દેશની સરકારને પ્રસ્તાવ મોકલી અપાયો છે.
- પૂર્વ લદ્દાખમાં ઘુસણખોરી બાદ દક્ષિણ ચીની સમુદ્રમાં ભારતીય નેવી પોતાના ચાર યુદ્ધજહાજ મોકલનાર છે. જે 2 મહિના સુધી ત્યાં રહેશે તેમજ વિયેટનામ, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સના નૌકાદળ સાથે યુદ્ધાભ્યાસ કરશે.