- લોકસભામાં The Essential Defence Service Bill 2021 આ બીલને પસાર કરાયું છે.
- જેને આગામી દિવસોમાં રાજ્યસભામાં પસાર કરાવવાની કોશિષ થશે.
- આ બીલ કેન્દ્ર સરકાર દ્વારા 30 જૂનથી જ The Essential Defence Service Ordinance નામથી વટ હુકમ દ્વારા લાગુ કરાયું છે.
- આ બીલમાં સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી કંપનીની હડતાલમાં સામેલ વ્યક્તિઓને 1 વર્ષની જેલ અને 10 હજારના દંડની જોગવાઈ છે.
- આ સિવાય કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિઓને હડતાલ માટે ઉશ્કેરે તો તેના માટે 2 વર્ષની જેલ અને 15 હજારના દંડની જોગવાઈ છે.
- હાલમાં ભારતમાં આયુધ કારખાના બોર્ડ (Ordnance Factory Board – OFB) અંતર્ગત 41 કારખાના આવે છે. જેમાં અંદાજે 80 હજાર કર્મચારીઓ છે. તે તમામ પર આ બીલની જોગવાઈઓ લાગુ થશે.