- કોઇ વિસ્તારના સમુદાયમાં કોરોના વાઇરસનું સંક્રમણ કેટલું છે તે જાણવા માટે દેશના તમામ રાજ્યોના પાટનગર સહિત 50થી મોટા શહેરોમાં Corona Sewage Test કરવામાં આવશે.
- આ પદ્ધતિ એવી જગ્યાએ સફળ પુરવાર થશે જે વિસ્તારના લોકો ટેસ્ટ કરાવતા નથી અથવા થઇ શકતા નથી.
- આ પદ્ધતિ દ્વારા વ્યક્તિગત ટેસ્ટની જરુર નહી પડે તેમજ સમય અને ખર્ચ પણ બચી જશે.
- અગાઉ આ પ્રકારના ટેસ્ટ દ્વારા ગેરકાયદે ડ્રગ્સનું સેવન ક્યા વિસ્તારોમાં થઇ રહ્યું છે તે જાણવા માટે કરવામાં આવતા હતા.
- અગાઉ સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ કોરોના કેસ મળ્યા બાદ પદ્ધતિ અપનાવાઇ હતી તેમજ અમેરિકા અને નેધરલેન્ડમાં પણ આ પદ્ધતિનો ઉપયોગ કરાયો હતો.
