75 વર્ષમાં પહેલીવાર ભારતીય વડાપ્રધાન UN બેઠકની અધ્યક્ષતા કરશે.

  • હાલ ભારતને 1 ઑગષ્ટથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નું અધ્યક્ષપદ એક મહિના માટે મળ્યું છે જે જવાબદારી ભારતે ફ્રાન્સ પાસેથી સંભાળી છે. 
  • આ એક મહિના સુધીમાં ભારત દ્વારા યોજાનારી બેઠકો પૈકી એક બેઠકનું અધ્યક્ષપદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભાળનાર છે. 
  • ભારતના 75 વર્ષના ઇતિહાસમાં એવુ પ્રથમવાર બનશે કે ભારતના કોઇ વડાપ્રધાન UNSC ની બેઠકની અધ્યક્ષતા કરશે. 
  • આ વર્ષે જ જાન્યુઆરી, 2021માં ભારતને 7મી વાર ડિસેમ્બર, 2022 સુધીના સમયગાળા માટે UNSC નું હંગામી સભ્યપદ મળ્યું છે. 
  • અગાઉ 1950-51, 1967-68, 1972-73, 1977-78, 1984-85 અને 1991-92માં ભારત સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનું હંગામી સભ્ય બન્યું હતું. 
  • UNSC ના હંગામી સભ્યોની ચૂંટણી દર વર્ષે થાય છે જેમાં 10 સભ્ય દેશોને બે વર્ષ માટે હંગામી સભ્ય બનાવાય છે. 
  • હાલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કુલ 5 કાયમી સભ્યો છે જેમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીનનો સમાવેશ થાય છે.




Post a Comment

Previous Post Next Post