- Indo-Tibetan Border Police (ITBP) દ્વારા ભારત અને ચીન વચ્ચેની Line of Actual Control (LAC) પર બે ઓફિસર રેન્ક ધરાવતી મહિલાઓનું પોસ્ટિંગ કરાયુ છે.
- આ બન્ને મહિલાઓમાં પ્રકૃતિ અને દીક્ષા કુમારનો સમાવેશ થાય છે જેઓએ મસૂરી ખાતેના ITBP ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી ખાતેથી તાલીમ લીધી છે.
- તેઓના આ પાસિંગ આઉટ પરેડ અને કમિશન સેરેમની દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના હસ્તે ITBP ના ડિરેક્ટર જનરલ એસ. એસ. દેશવાલે દ્વારા લિખિત History of ITBP પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું.
