- કરાધાન કાયદા સંશોધન બીલ 2021માં 28 મે, 2012 પહેલા કરાયેલ ભારતીય સંપત્તિના કોઈપણ અપ્રત્યક્ષ હસ્તાંતરણ માટે જૂના સંશોધનના આધાર પર કોઈ ટેક્સ માંગી નહી શકાય તેવી જોગવાઈ છે.
- આ પ્રકારના કિસ્સાઓમા ચુકવાયેલ રકમને વ્યાજ વિના પરત કરવાની પણ જોગવાઈ છે.
- આ કાયદો 1961ના ઈન્કમટેક્સ અધિનિયમ અને 2012ના નાણાંઅધિનિયમનું સ્થાન લેશે.
- વિશ્વ વિદ્યાલય સંશોધન બીલમાં લદ્દાખમાં કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય સ્થાપવાની તેમજ તેનું નામ સિંધુ કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય રાખવાની જોગવાઈ છે.
