- આ બીલ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા પ્રસિદ્ધ કરાયુ હતુ.
- આ કાયદો હાલમાં ચાલુ સિનેમેટોગ્રાફ એક્ટ, કોપીરાઈટ એક્ટ, કસ્ટમ્સ એક્ટ, પેટન્ટ્સ એક્ટ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એક્ટ, ટ્રેડમાર્ક્સ એક્ટ અને જીઓગ્રાફીકલ ઈન્ડિકેશન્સ ઓફ ગુડ્સ્ એક્ટની ટ્રિબ્યુનલ(Film Certification Appellate Tribunal, Airports Appellate Tribunal, Authority for Advanced Rulings, Intellectual Property Appellate Board and the Plant Varieties Protection Appellate Tribunal)જગ્યાએ લાગુ કરાશે.
- આ બીલમાં એક કમિટી બનાવવાની જોગવાઈ છે. જેમાં ચેરપર્સન તરીકે ચીફ જસ્ટિસ્ટ ઓફ ઈન્ડિયા અથવા તેમના દ્વારા નિયુક્ત કરવામાં આવેલ સુપ્રિમ કોર્ટના જજ, કેન્દ્ર સરકારના 2 સચિવ, સુપ્રિમ કોર્ટના અથવા હાઈકોર્ટના નિવૃત્ત જજ અને કેન્દ્ર સરકારની જે મંત્રાલયની ટ્રિબ્યુનલ રચાયેલ હોય તેના સચિવનો સમાવેશ કરવાની જોગવાઈ છે.
- રાજ્ય માટેની કમિટીમાં જે-તે રાજ્યની હાઈકોર્ટના ચીફ જજ, જે-તે રાજ્યના જાહેર સેવા આયોગના ચીફ સેક્રેટરી, હાઈકોર્ટના નિવૃત્ત જજ અને રાજ્ય સરકારના વહીવટી તંત્રના મુખ્ય સચિવનો સમાવેશ થાય છે.