- ભારતના ભાલા ફેંક ખેલાડી નિરજ ચોપડાએ ઓલિમ્પિક 2020 માં ભારત માટે 13 વર્ષ બાદ ગોલ્ડ જીત્યો.
- અગાઉ 2008માં અભિનવ બિન્દ્રાએ રાઈફલ ઈવેન્ટમાં બેઈજીંગ ઓલિમ્પિક ખાતે ભારત માટે ગોલ્ડ જીત્યો હતો.
- વર્ષ 2020ના ટોકિયો ઓલિમ્પિકમાં ભારતે 1 ગોલ્ડ (નિરજ ચોપરા - ભાલા ફેંક), 2 સિલ્વર (મીરાબાઈ ચાનુ - વેઈટ લીફ્ટીંગ, રવિ દહિયા - રેસલીંગ) અને 4 બ્રોંઝ (પી.વી.સિંધુ - બેડમિન્ટન, લવલીના બોર્ગોહેઈન - બોક્સિંગ, પુરુષ હોકી ટીમ અને બજરંગ પુનીયા - રેસલીગ) એમ કુલ 7 મેડલ જીત્યા છે.
- વર્ષ 1900 થી અત્યાર સુધીના ઈતિહાસમાં ભારત 10 ગોલ્ડ, 9 સિલ્વર તેમજ 16 બ્રોંઝ એમ કુલ 35 મેડલ જીત્યુ છે.
