- 17 દિવસ ચાલેલ આ સ્પર્ધામાં છેલ્લા દિવસે અમેરિકાએ ગોલ્ડ જીતીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
- આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પર અમેરિકા (39 ગોલ્ડ, 41 સિલ્વર, 33 બ્રોન્ઝ), બીજા ક્રમ ચીન (38 ગોલ્ડ, 32 સિલ્વર, 18 બ્રોન્ઝ), ત્રીજા સ્થાન પર જાપાન (27 ગોલ્ડ, 14 સિલ્વર, 17 બ્રોન્ઝ), ચોથા સ્થાન પર બ્રિટન (22 ગોલ્ડ, 21 સિલ્વર, 22 બ્રોન્ઝ) તેમજ પાંચમા સ્થાન પર રશિયા (20 ગોલ્ડ, 28 સિલ્વર, 23 બ્રોન્ઝ)નો સમાવેશ થાય છે.
- આ સ્પર્ધામાં ભારત 1 ગોલ્ડ, 2 સિલ્વર, 4 બ્રોન્ઝ સાથે 48માં ક્રમ પર રહ્યું હતું.
- ભારતનો 2020ની આ ઓલિમ્પિકમાં 121 વર્ષનો સર્વશ્રેષ્ઠ દેખાવ રહ્યો હતો.
- 41 વર્ષ બાદ ભારત ટોપ 50 માં રહ્યુ છે જે છેલ્લે 1980માં મોસ્કો ઓલિમ્પિકમાં 23મા ક્રમ પર રહ્યુ હતું.
- આ સ્પર્ધામાં ભારતના નીરજ ચોપડાએ ગોલ્ડ, મીરાબાઇ ચાનુ અને રવિ દહિયાએ સિલ્વર તેમજ પી.વી. સિંધુ, લવલિના બોર્ગોહેઇન, બજરંગ પુનિયા અને પુરુષ હૉકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
