- વર્ષ 2012માં યુ.પી.એ સરકાર દ્વારા આ કાયદો પસાર કરાયો હતો.
- આ કાયદો કેઈર્ન એનર્જી તેમજ વોડાફોનના કેસમાં કેપીટલ ગેઈન ટેક્સ વસુલવાની બાબતમાં ભારત કાનુની દાવપેચમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ફસાયા બાદ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
- વર્ષ 2012માં યુપીએ સરકાર દ્વારા ફાયનાંસ એક્ટમાં સુધારો કરીને રેટ્રોસ્પેક્ટિવ ટેક્સની જોગવાઈ દાખલ કરાઈ હતી જેથી દેશમાં કારોબાર કરતી વિદેશી કંપનીઓ દ્વારા કેપીટલ ગેઈન પર ટેક્સ વસુલી શકાય.
- થોડા સમય પહેલા જ કેઈર્ન એનર્જી અને વોડાફોન દ્વારા આ ટેક્સ બાબતે સરકારના આ કાયદાને આંતરરાષ્ટ્રીય આરબીટ્રેશન કોર્ટમાં પડકારાયો હતો. જેણે ભારત વિરૂદ્ધ ચુકાદો આપ્યો હતો.
