ભારત અને ચીન વચ્ચે તણાવ દૂર કરવા માટે હોટલાઇન શરૂ કરવામાં આવી.

  • આ હોટલાઇન ભારત અને ચીન સેના વચ્ચે નોર્થ સિક્કિમમાં શરુ કરવામાં આવી છે. 
  • આ હોટલાઇન ચીની સેના / પીપલ્સ લિબરેશન આર્મી દિવસ (1 ઑગષ્ટ) ના દિવસે જ શરુ કરવામાં આવી છે. 
  • આ હોટલાઇનની શરુઆત બન્ને દેશની સેનાઓના સ્થાનિક કમાન્ડર દ્વારા સદ્‌ભાવના અને મૈત્રીના મેસેજ આપીને કરવામાં આવી છે. 
  • આ હોટલાઇન બાદ ભારત અને ચીન વચ્ચેની હોટલાઇનની સંખ્યા છ પર પહોંચી છે. 
  • આ જ પ્રકારની હોટલાઇન ભારત અને પાકિસ્તાન સેનાઓ વચ્ચે પણ છે જેમાં ઉરી-ચખોટી, તિથવા, મેઢર-હૉટ સ્પ્રિંગ અને પૂંછ-રાવલકોટનો સમાવેશ થાય છે.



Post a Comment

Previous Post Next Post