- World Health Organization (WHO) દ્વારા કોરોના વાયરસની સંભવિત સારવાર માટે મેલેરિયા અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી દવાઓના અભ્યાસની જાહેરાત કરવામાં આવી છે.
- આ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા 52 દેશોની કુલ 600થી વધુ હોસ્પિટલ્સના રિસર્ચના પરિણામની સમીક્ષા કરશે.
- આ ત્રણ દવાઓમાં Artesunate, imatinib અને infliximab નો સમાવેશ થાય છે.
- આ દવાઓમાંથી Artesunate મેલેરિયા માટે imatinib કેન્સર માટે તેમજ infliximab રોગપ્રતિકારક શક્તિથી સંબંધિત રોગોમાં ઉપયોગમાં લેવાય છે.
- ગત વર્ષ દરમિયાન કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાયેલ રેમડેસિવિર, હાઇડ્રોક્સીક્લોરોક્વિન, લોપિનાવિર અને ઇંટરફેરોની પણ WHO દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.