- Southeast Asia Cooperation and Training (SEACAT) નામનો આ અભ્યાસ સિંગાપોર ખાતે યોજાનાર છે જેમાં 20 અન્ય દેશો પણ ભાગ લેશે.
- આ દેશોમાં ભારત સિવાય ઓસટ્રેલિયા, બાંગ્લાદેશ, બ્રુનેઇ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, જાપાન, મલેશિયા, માલદીવ, ન્યૂઝીલેન્ડ, ફિલિપાઇન્સ, દક્ષિણ કોરિયા, સિંગાપુર, શ્રીલંકા, થાઇલેન્ડ, પૂર્વી તિમોર, બ્રિટન અને વિયેતનામ વગેરે દેશનો સમાવેશ થાય છે.
- આ યુદ્ધાભ્યાસ નો ઉદેશ્ય સમુદ્રી ક્ષેત્રમાં આક્સ્મિકતાઓ અથવા અવૈધ ગતિવિધિઓથી લડવા માટે રણનીતિ બનાવવાનો તેમજ તાલીમ આપવાનો છે.
- SEACAT અભ્યાસની શરુઆત વર્ષ 2002માં કરવામાં આવી હતે જેનો ઉદેશ્ય 'આતંકવાદ વિરુદ્ધ દક્ષિણ પૂર્વ એશિયામાં સહયોગ' છે.
- વર્ષ 2021માં આ અભ્યાસની 20મી આવૃતિ થશે તેમજ વર્ષ 2020માં કોરોના મહામારીને લીધે આ અભ્યાસને વર્ચ્યુઅલી આયોજિત કરાયો હતો.