- વર્ષ 1947માં 14 ઑગષ્ટના રોજ ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા હતા તેમજ હિંસાને કારણે બન્ને તરફ લાખો લોકોએ જીવ ગુમાવ્યો હતો જેથી આ દિવસને દર વર્ષે 'Partition Horrors Remembrance Day' તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
- ભારત અને પાકિસ્તાનના ભાગલા સમયે લગભગ 20 લાખ લોકોના મૃત્યું થયા હોવાનો એક અંદાજ છે.
- વર્ષ 1947માં ભારતની આઝાદી સમયે બ્રિટિશ સરકાર દ્વારા અખંડ ભારતને બે સ્વતંત્ર દેશ અનુક્રમે ભારત અને પાકિસ્તાન તરીકે આઝાદ કરવામાં આવ્યા હતા જેમાંથી વર્ષ 1971માં ભારતે યુદ્ધ દ્વારા પાકિસ્તાનના બે ટુકડા કર્યા હતા અને પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ નામથી એક અલગ દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું.