- આ નિર્ણય અંતર્ગત ટેલિકોમ સેક્ટરની કંપનીઓને બાકી લેણા એડજસ્ટ ગ્રોસ રેવન્યૂ તથા સ્પેક્ટ્રમ ચાર્જ ચૂકવવા માટે ચાર વર્ષની મુદત અપાઇ છે જ્યારે ઓટો સેક્ટરને 26 હજાર કરોડની PLI સ્કીમની જાહેરાત કરવામાં આવી છે.
- આ સાથે આ સેક્ટરમાં ઓટોમેટિક રૂટ દ્વારા 100% વિદેશી મૂડી રોકાણ (FDI)ને પણ મંજૂરી અપાઇ છે.
- આ જાહેરાત કેન્દ્રીય કેબિનેટ દ્વારા કરવામાં આવી છે.
- આ જાહેરાત દ્વારા રિલાયન્સ જિઓને FDI દ્વારા ફાયદો થશે જેના અંતર્ગત તેને FDI થી નાણા મેળવવા માટે સરકારની મંજૂરી નહી લેવી પડે.