લોકસભા અને રાજ્યસભાના સ્થાને આજથી દેશમાં 'સંસદ ટીવી' ચેનલ શરુ થશે.

  • આ ટીવી ચેનલ જૂની લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી ચેનલનું સ્થાન લેશે. 
  • આ ચેનલનો શુભારંભ રાજ્યસભા અધ્યક્ષ એમ. વૈંક્યા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ. બિડલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયો છે. 
  • અગાઉ ફેબ્રુઆરી માસમાં આ બન્ને ચેનલનું મર્જર થયું હતું તેમજ 1 માર્ચ, 2021ના રોજ આ ચેનલના સીઇઓ તરીકે રવિ કપૂરની નિયુક્તિ કરવામાં આવી હતી. 
  • લોકસભા ટીવીની શરુઆત 1989માં 'દૂરદર્શન લોક સભા' તરીકે થઇ હતી જેને વર્ષ 2004માં લોકસભા ટીવી તરીકે ઓળખ મળી હતી તેમજ રાજ્યસભા ટીવીની શરુઆત વર્ષ 2011માં થઇ હતી.
Sansad TV

Post a Comment

Previous Post Next Post