- તાજેતરમાં જ પ્રસિદ્ધ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2021માં ભારતની સ્થિતિ 2 અંકના સુધારા સાથે 46માં ક્રમ પર પહોંચી છે.
- વર્ષ 2015માં આ યાદીમાં ભારતનું સ્થાન 81 હતું તેમજ ગયા વર્ષે આ સ્થાન 48 પર પહોંચ્યું હતું.
- આ યાદીમાં પ્રથમ 10 દેશોમાં ક્રમાનુસાર સ્વિટ્ઝર્લેન્ડ, સ્વીડન, અમેરિકા, બ્રિટન, કોરિયા, નેધરલેન્ડ, ફિનલેન્ડ, સિંગાપોર, ડેન્માર્ક અને જર્મનીનો સમાવેશ થાય છે.