- આ પ્રયાસ ઉત્તર પ્રદેશના મુરાદાબદ જિલ્લાના મુરાદાબાદ શહેરમાં શરુ કરાયો છે જેના અંતર્ગત 'ગંબૂજિયા' નામની માછલી દ્વારા ડેંગ્યુની રોકથામ કરવામાં આવશે.
- આ માછલીનો મૂળ ખોરાક મચ્છર તેમજ મચ્છરનો લાર્વા હોય છે.
- આ પ્રયાસ હેઠળ જિલ્લાતંત્ર દ્વારા વિવિધ તળાવોમાં આ માછલીઓને છોડવામાં આવશે જેનાથી તે તમામ મચ્છરનો નાશ કરે અને ડેંગ્યુ તેમજ મેલેરિયા જેવા રોગને રોકવામાં સફળતા મળી શકે.
- આ પ્રકારનો પ્રયાસ અગાઉ મુરાદાબાદમાં અમુક તળાવમાં કરાયો હતો જેમાં તંત્રને સફળતા મળી હતી.
- હાલ ઉત્તર પ્રદેશમાં ડેંગ્યુના અસંખ્ય કેસ જોવા મળી રહ્યા છે જેમાં મોટા ભાગના કેસ બાળકો પર નોંધાઇ રહ્યા છે.