- આ જાહેરાત અંતર્ગત 24 ભાષાઓમાં આ પુરસ્કાર અપાયો છે.
- વર્ષ 2020 માટેના આ પુરસ્કારોમાં: અનામિકા (હિંદી), હરીશ ક્રિષ્નરામ દવે 'હરીશ મીનાશ્રુ', (ગુજરાતી), આર. એસ. ભાસ્કર (કોંકણી), ઇરુંગબમ દેવન (મણીપુરી), રુપચંદ હંસદા (સૈંથિલી), નિખિલેશ્વર (તેલુગુ), નંદા ખરે (મરાઠી), મહેશચંદ્ર શર્મા ગૌતમ (સંસ્કૃત), ઇમૈયા (તમિલ), હુસૈન ઉલ હક અને અપૂર્વ કુમાર (અસમિયા), ધરાનીધર ઓવરી (બોડો), ર્હદય કૌલ ભારતી (કશ્મીરી), કમલકાંત ઝા (મૈથિલી), ગુરુદેવ સિંહ રુપાણા (પંજાબી), જ્ઞાન સિંહ (ડોગરી), જીતુ લાલવાણી (સિંધી) અને મણિશંકર મુખોપાધ્યાય (બંગાળી)નો સમાવેશ કરાયો છે.
- આ પુરસ્કારમાં તાંબાની નકશીદાર પટ્ટી, શાલ અને એક લાખ રુપિયા રોકડ પ્રદાન કરવામાં આવે છે.
- ગુજરાતી ભાષાનો આ પુરસ્કાર હરિશ ક્રિષ્નરામ દવેને તેઓની કૃતિ બનારસ ડાયરી માટે અપાયો છે.
- અગાઉ વર્ષ 2019નો આ પુરસ્કાર રતિલાલ બોરિસાગરને તેઓની કૃતિ 'મોજમા રેવુ રે' માટે અપાયો હતો.
- ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ આ પુરસ્કાર મહાદેવભાઇ દેસાઇને તેઓની કૃતિ 'મહાદેવ ભાઇની ડાયરી' માટે અપાયો હતો.
- આ પુરસ્કારની સાથોસાથ સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કારની ઘોષણા પણ કરવામાં આવી છે જેમાં હિંદી ભાષાનો પુરસ્કાર ટીએસ રાઘવનને અપાયો છે જેઓએ 'તિરુક્કલ' નામના કવિતા સંગ્રહનો અનુવાસ કર્યો છે.
- અંગ્રેજી માટેનો આ પુરસ્કાર શ્રીનાથ પેરુને, બંગાળી ભાષાનો પુષ્પિતો મુખોપાધ્યાય, મરાઠી માટેનો સોનાલી નવાંગુલને અપાયો છે.
- અનુવાદના આ પુરસ્કારમાં તાંબાની પટ્ટી તેમજ રુ. 50,000 રોકડ આપવામાં આવે છે.