- જાપાન ખાતે રમાઇ રહેલ ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે એક જ દિવસમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ એમ કુલ 4 મેડલ જીત્યા છે.
- ભારતના બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતે ભારત માટે બેડમિન્ટનનો પ્રથમ ગોલ્ડ મેડલ તેમજ શૂટિંગમાં મનીષ નરવાલે ગોલ્ડ મેડલ જીત્યો છે.
- આ સિવાય શૂટિંગમાં સિંહરાજ અધાનાએ સિલ્વર તેમજ બેડમિન્ટનમાં જ મનોજ સરકારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
- સિંહરાજ અધાના એક જ ગેમ્સમાં બે મેડલ જીતનાર ત્રીજા ખેલાડી બન્યા છે.
- અગાઉ અવની અને જોગિંદર સોઢી પણ આ સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે.
- પેરાલિમ્પિકના ઇતિહાસમાં બેડમિન્ટન રમત આ વર્ષે પ્રથમવાર સામેલ કરવામાં આવી છે જેમાં ભારતના કુલ 7 ખેલાડીઓ ગયા હતા અને તેમાંથી 6 ખેલાડી સેમિ ફાઇનલમાં પહોંચ્યા છે!
- ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત અત્યાર સુધીમાં 17 મેડલ સાથે 25માં ક્રમ પર છે.