- દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓને જોડતી આ ટ્રેન ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ બંધ કરી દેવામાં આવી હતી જેનો વિરોધ થતા આ ટ્રેનમાં એસી કોચ જોડીને તેને ફરીથી શરૂ કરવામાં આવી છે.
- આ ટ્રેન 114 વર્ષ જૂની છે જેને સયાજીરાવ ગાયકવાડે 1892માં વનબંધુઓના આર્થિક ઉત્થાનના હેતુથી શરૂ કરી હતી જેથી ગરીબ આદિવાસી પ્રજા શહેરી વિસ્તારોના સંપર્કમાં આવી શકે તેમજ રીત-રિવાજો જાણી શકે.
- આઝાદી પહેલા આ ટ્રેન Gaekwar's Baroda State Railway (GBSR)GBSR હેઠળ આવતી હતી જેને આઝાદી પછી પશ્ચિમ રેલ્વેમાં સમાવવામાં આવી હતી.
- ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રેલ્વે મંત્રાલય દ્વારા 11 ઐતિહાસિક ટ્રેનોને બંધ કરી હતી જેમાં આ મુજબની ટ્રેનનો સમાવેશ થાય છે.2
ભારતની ઐતિહાસિક નેરોગેજ ટ્રેનની યાદી:
- બીલીમોરા - વધઇ
- કોસંબા - ઉમરપાડા
- બરિયાવી - વડતાલ
- અંકલેશ્વર - રાજપીપળા
- ચાંદોદ - માલસર
- નડીયાદ - ભાદરણ
- સમાલિયા - ટીમબા
- ઝઘડિયા - નેત્રંગ
- છોટાઉદેપુર - જંબુસર
- કોરડા (ચોરંડા) - મોટીકોરલ
- છુછાપુરા - ટંખાલા