બે શિક્ષણવિદ્દો દ્વારા ભારતમાં બોલવામાં આવતી ભાષાઓ વિશે રસપ્રદ અભ્યાસ પ્રસિદ્ધ કરાયો.

  • આ અભ્યાસ વર્ષ 2011ની વસ્તી ગણતરીના આંકડાઓના આધાર પર પ્રસિદ્ધ કરાયો છે. 
  • આ અભ્યાસ મુજબ કર્ણાટક રાજ્યના બેંગ્લુરુ જિલ્લામાં 107થી વધુ ભાષાઓ બોલાય છે! 
  • આ ભાષાઓમાં 22 અનુસૂચિત અને 84 બિન અનુસૂચિત ભાષાઓ સામેલ છે. 
  • આ અભ્યાસ બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટ્શનના શમિકા રવિ અને ભારતીય સાંખ્યિકી સંસ્થાનના અર્થશાસ્ત્રના એસોસિએટ પ્રોફેસર મુદિત કપૂરે તૈયાર કર્યો છે. 
  • આ અભ્યાસ મુજબ બેગ્લુરુ માં 44% લોકો કન્ન્ડ,15% તમિલ, 14% તેલુગુ, 6% હિંદી ભાષા બોલે છે. 
  • ભારતમાં નાગાલેન્ડનું દીમાપુરમાં 103 તેમજ આસામના સોણિતપુરમાં 101 ભાષાઓ બોલવામાં આવે છે. 
  • આ સિવાય જલપાઇગુડી, દિલ્હી, ખાસી પહાડો, કરબી અંગલોંગ, પૂણે અને દાર્જિલિંગમાં 90 ભાષાઓ બોલવામાં આવે છે. 
  • અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂયોર્ક શહેરમાં 600થી વધુ ભાષા બોલાઇ રહી છે.
Languages in India


Post a Comment

Previous Post Next Post